પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં
જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં

ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ
એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં

જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં
જાણે કાંઠા તોડે છે કોઇ મહેરામણ હો રામ
સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં

કોઇ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં
જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ
કોઇ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં

કોઇ આંગણે અટક્યું ને તમે યાદ આવ્યાં
જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ
એક પગલું ઉપડ્યું ને તમે યાદ આવ્યાં 
_____________________________________________________

ગઝલમાં સૌ વિચારો મારા દર્શાવી નથી શકતો;
ઘણું સમજું છું એવું જે હું સમજાવી નથી શકતો.

ન સ્પર્શી કોઈ અવગણના કદી પણ મારા ગૌરવને,
કે હું ઉપકાર છું એવો જે યાદ આવી નથી શકતો.

ગયો ને જાય છે દુ:ખનો સમય એક જ દિલાસા પર,
કે વીતેલો સમય પાછો કદી આવી નથી શકતો.

તમે આવ્યાં હતાં પાછા જવાને તો ભલે જાઓ,
તમે મારું જીવન છો તમને થોભાવી નથી શકતો.

તમે કાલે હતાં કેવાં અને આજે થયાં કેવાં,
તમારી સાથ પણ હું તમને સરખાવી નથી શક્તો.
 
__________________________________________
_

મને એનું નથી દુઃખ કે મુલાકાતો નથી થાતી !
બધે સળગે છે દીપક ને અહીં રાતો નથી થાતી.

જીવનની વેદનાનો એટલો રસ્તો નથી મળતો,
બધાની સાથ કંઇ દિલની બધી વાતો નથી થાતી.

હતી એ વાત જુદી કે સતત એ આવતા મળવા,
હવે હું જાઉં છું તોપણ મુલાકાતો નથી થાતી.

કોઇની લાગણીને સાચવી લેવાનું આ ફળ છે,
અમારાથી અમસ્તી પણ કશી વાતો નથી થાતી.

અમે પણ પ્રેમની પ્રસ્તાવના કીધી નહીં ,
અને એના તરફથી પણ શરૂઆતો નથી થાતી ! 
___________________________________________

તેથી ન કોઈ ચીજની લાગી કસર મને,
દર્દો જ રાખતાં હતા કંઈ તરબતર મને.

ફૂલોને ચૂમવા જ મેં લીધો હતો જનમ,
કાંટા જ હાથ આવશે ન્હોતી ખબર મને.

શ્રદ્ધાથી એમની નજર મારા ઉપર પડ !
શંકા થતી હતી પછી મારા ઉપર મને.

મોસમ હતી વસંતની ભરપૂર ચો-તરફ,
ને તો’ય યાદ આવતી’તી પાનખર મને.

એના વિરહનું દર્દ તો જિરવી ગયા અમે,
શું થાત જો મળી ગયા હોતે અગર મને ?

ઘર તો મળ્યું નહીં, મળી સારી કબર મને,
તાકી રહ્યું’તું એટલે આખું નગર મને. 

__________________________________________

મારા આંસુ ને સમજવા ન કોઇ કામિયાબ બન્યુ,
મારા ગમ ને ખાળવા ન કોઇ હમદીલ મળયુ.

તડપુ છુ એ આગ માં જ્યાં ચીનગારી રહી છે બળી,
જ્યાં જીંદગી ના બે શ્વાસ ને લેવા એ ક્યાંથી ફળી?

હતી મારા સાથમાં એ પણ દૂર છે,
ક્યાં હશે? કેમ હશે? યાતના ના પૂર છે.

એટલી યાદી છે આપની મલશો અગર જ્યારે,
આંસુ ને હથેળી માં થામશો સાથમાં હશુ ત્યારે.

વેદના ની આ એટલી લાગી રહી છે જ્વાળા,
પાણી ને બદલે અશ્રુઓ લાગી ગયાં છે ખાળવા.

____________________________________________

સાગર પૂછે રેતી ને,તને ભીંજવુ કે કેમ?
રેતી મન માં રોઈ પડી,આમ કઈ પુછી પુછી ને થતો હશે પ્રેમ?


તમારું સ્મિત બની લહેરાઇ જાવાનું મને ગમશે,
તમારાં આંસુ થઇ લૂંછાઇ જવાનું મને ગમશે.

તમારી શેરીમાં આવીને પહેલા જોઇ લઉં તમને,
ગમે ત્યાં એ પછી ફંટાઇ જાવાનું મને ગમશે.

જગતમાં એમ તો હું ક્યાંય રોકાતો નથી કિન્તુ,
તમે જો રોકશો, રોકાઇ જાવાનું મને ગમશે.

પ્રતિબિંબો તમારાં જો ન દેખાડી શકું તમને,
તો દર્પણ છું છતાં તરડાઇ જાવાનુ મને ગમશે.

જગતમાં હું તો મોટા માનવીના નામ જેવો છું,
કોઇ પાષાણમાં અંકાઇ જાવાનું મને ગમશે.

તમે રડશો છતાં દફનાઇ જાવાનું જ છે 'બેફામ',
પરંતુ હસશો તો દફનાઇ જાવાનું મને ગમશે

_______________________________________________

દિનરાત વધતો જાય છે વિસ્તાર શબ્દનો
ફાવી ગયો બધાયને વ્યાપાર શબ્દનો

ને મૌન દ્વારા વાત હું સમજાવી ના શક્યો
લેવો પડ્યો ન છૂટકે આધાર શબ્દનો

વાણીનું રણ સતત હજી ફેલાતું જાય છે
ઊંચકીને ક્યાં લગી હું ફરું ભાર શબ્દનો

થાકીને અંતે આંગળા થીજી ગયાં બધાં
બંધાયો ક્યાં છતાંય તે આકાર શબ્દનો

જ્યાં અર્થ અંધકારની ભીંતો ચણી રહ્યા
ત્યાં કેવી રીતે થઈ શકે વ્હેવાર શબ્દનો. 

______________________________________________


જિંદગીનો આ ટુંકસાર છે
ન કિનારો ન મઝધાર છે

જેઓ બીજાનો આધાર છે
તેઓ પોતે નિરાધાર છે

કોઇ જીવે છે ભૂતકાળમાં
કોઇ પળ ભાવીનો ભાર છે

આજ કંઇ પણ નવું ન બન્યું
એ જ મોટા સમાચાર છે
 

_____________________________________________


હર શ્વાસમાં તારી યાદ મૂકું છું,
મારાથી વધુ વિશ્વાસ તારામાં મૂકું છું,
સાચવજે મારા આ વિશ્વાસને જતનથી,
મારા શ્વાસને તારા વિશ્વાસમાં મૂકું છું....
 

______________________________________________

આપી શકે તો તારો પ્યાર માંગુ છું,
સાચા હ્યદયથી તારો સહકાર માંગુ છું,
કરીશ નહી ચિંતા પ્યાર માટે પ્રાણ પણ આપીશ,
રોકડો છે હિસાબ હું ક્યાં ઉધાર માંગુ છું 

_______________________________________________

ચાહું છું કોઇમાં વિશ્વાસ મૂકી દઉં આજે
જિંદગી કોઇનો એ રીતે સહારો લઇ લે
જે રીતે આવીને ઠલવાય હજારો મોજાં
જેમ સાગરનો બધો ભાર કિનારો લઇ લે.
 

__________________________________________________

ખ્વાબોમાં આવીને તને જગાડી જઇશ
દિવસે પણ તને સપના દેખાડી જઇશ

જિંદગીની કોઇ પળમાં જો ઉદાસ હોય તું
તારી એક મુસ્કાન માટે દુનિયાથી લડી જઇશ

જીવનની ગ્રીષ્મમાં પણ નાચી ઊઠીશ હરણી થૈ
ભીના શંખ-છીપલાથી તારો ખોબો ભરી જઇશ

તારા જીવનનો મારગ ભલેને હો કાંટાળો
પગ ઉપડશે એ પહેલા જ ફૂલો હું વેરી જઇશ 
____________________________________________________

શ્વાસને અજવાળવાનું એક કારણ તું જ છે
જીવવાનાઓરતાનું એક કારણ તું જ છે

કોઈ ઢળતી સાંજનો સૂરજ ભલે થીજી ગયો
રાત ટહુકો થઈ ખર્યાનું એક કારણ તું જ છે

કયાંક પડઘા યે નથી પડતા હજી સંબંધના
મૌન વૈભવ વિસર્યાનું એક કારણ તું જ છે

થાય શંકાઓ ઘણીયે રામ ને શબરી વિષે
તોય શ્રધ્ધા વાવવાનું એક કારણ તું જ છે

પ્રેમના સંભારણાં તો ઓગળી ગ્યાં ક્યારના
થીજતી સંવેદનાનું એક કારણ તું જ છે

જિંદગી શણગારવાની મેં કરી’તી જીદ ત્યાં
આયના મલકી ઊઠયાનું એક કારણ તું જ છે

_____________________________________________

જાત સાથે ગુફ્તગૂ કરવી હતી,
એક સુંદર શાયરી કરવી હતી.

એટલે તો મનભરી ચાહ્યો તને,
કાળજાની કાળજી કરવી હતી.

પ્રેમના કારણ કદી પૂછો નહીં,
જિંદગીભર બંદગી કરવી હતી.

છીપમાં દરિયો ભરી તમને ધરું,
યાદને મારે પરત કરવી હતી.

ડૂબતા આ સૂર્યને રોકો જરી,
સાંજને વાતો હજી કરવી હતી

____________________________________________

હવે આંખોને ઉજાગરાનુ કારણ મળ્યુ છે,
ને સ્વપ્નોને રોકાવાનુ કારણ મળ્યુ છે.

અરીસામા જોવાનુ કારણ મળ્યુ છે,
ને હોઠોને સ્મિતનુ કારણ મળ્યુ છે.

કળીને ખીલવાનુ કારણ મળ્યુ છે,
ને ભ્રમરને મંડરાવવાનુ કારણ મળ્યુ છે.

મને પ્રેમ કરવાનુ કારણ મળ્યુ છે,
ને જમાનાને વગોવવાનુ કારણ મળ્યુ છે

_____________________________________________

સાવ સુનુ ઘર , ને તારી યાદો,
મોસમ નો પહેલો વરસાદ ,ને એ મુલાકાતો,
ચુપકીદી છે છવાઇ તોય ગુંજે તારી વાતો,
તુ નથી મારી સાથે તો જોને,પાંપણે મહેફિલ સજાવે આ આંખો..!!!


________________________________________________________

છાને પગલે આવીને કોક દિલના દ્વાર ખોલી ગયું,
અંતરની ઉર્મિઓને કોક આઝાદ કરી ગયું,
સ્થિર મનમાં કોક કાંકરીચાળો કરી ગયું,
ફરી મેનકાનું કામણ,
એક વિશ્વામિત્રનું તપોભંગ કરી ગયું


_____________________________________________________

સાગર છુ હુ સરિતા ને સમાવિ જાણુ
કૈ ના રાખુ ઉર્ર મા હુ, બધુ જ કિનારે લાવુ;
લોક મને બદનામ કરે કે ખાર ર્હિદય મા રાખુ છુ
પણ કોણ પુછે છે સરિતા ને કે કેટ્લો પ્યાર હુ રાખુ છુ. 

_________________________________________________

રહી રહીને દિલને દર્દ સતાવે તો શું કરું ?
હરદમ જો તેની યાદ રડાવે તો શું કરું ?
ખબર મળ્યાં હતા કે થાસે મુલાકાત સ્વપ્નામાં,
પણ રાતભર જો ઊંઘના આવે તો શું કરું ? ? ? ? 

__________________________________________________

સૂરજ ને ક્ષિતીજ પર બૂઝતો જોયો છે,
ચાંદ ને અંધારાથી જુજતો જોયો છે,
જળ તો વહી ગયા રદય ને સ્પશીને,
પરંતુ આજે શ્શ્વાસ ને કોઇ ની રાહમાં અટકતો જોયો છે…


_________________________________________________

મુહોબ્બતના સવાલોના કોઈ જવાબ નથી હોતા,
અને જે હોય છે તે એટલા સધ્ધર નથી હોતા,
મળે છે કોઈ એક જ પ્રેમી ને સચી લગન દીલ ની,
બધાયે ઝેર પીનારા ઓ કૈં શંકર નથી હોતા…………

________________________________________________

સાગર છુ હુ સરિતા ને સમાવિ જાણુ
કૈ ના રાખુ ઉર્ર મા હુ, બધુ જ કિનારે લાવુ;
લોક મને બદનામ કરે કે ખાર ર્હિદય મા રાખુ છુ
પણ કોણ પુછે છે સરિતા ને કે કેટ્લો પ્યાર હુ રાખુ છુ. 

___________________________________________________

થોડી ગેરસમજ થી સારું જીવાય છે,
ખુલાસા કરવા થી દુઃખી થવાય છે,
કયારેક બંધ બાજી રમવી સારી,
દુરી તીરી પંજા મા પણ જીતી જવાય છે
 

_____________________________________________________

આ પ્રેમની રમત પણ કમાલ છે,
હાર હોય કે જીત એક સરખી ધમાલ છે,
નિરાળા એના નિયમ નિરાળી એની ચાલ છે,
હારેલા તો ઠીક તેમાં જીતેલા પણ બેહાલ છે…. 

____________________________________________________

કોઇવાર કોઇની પ્રીત પણ તકલીફ આપે છે.
આંખોને ગમે તે રીત પણ તકલીફ આપે છે.
હમેંશા હારથી નથી હારી જતો માણસ,
કોઇવાર જગતમાં જીત પણ તકલીફ આપે છે…. 

+___________________________________________________


તારા ઓ ન પણ કઇક કહાની હશે,
અતરીક્ષ ની દુનીયા પણ સુહની હશે.
અમથી નથી આ આકાશ ની જાહોજલલી,
જરુર એ કોઇક ના પરેમ ની દીવાની હશે

___________________________________________________

સામટા શબ્દ ઓછા પડે,
મૌન ને એટ્લા રંગ છે,
જો ખામોશી ને પણ વાચા ફુટે,
તો સમ્જો એ પ્રેમ નો મીઠો સન્ગ છે….!

____________________________________________________

ઝાન્ઝ્વા ના જળ ક્યાક સાગર મા ભળે છે,
અને રણ મા જોને ક્યાક દરિયો વહે છે,
ખરી પાનખરે લીલા છમ વ્રુક્ષો ,
ને ભર ઉનાળે ભિન્જાતિ આ ધરતી,
શક્ય તો નથી આ બધુ મિત્રો,
પણ પ્રેમ મા આ બધુ જ શક્ય બને છે. 

____________________________________________________

 મંઝિલ બનીને આવ ન રહેબર બનીને આવ
મુઝ માર્ગમાં ભલે ન તું સહચર બનીને આવ
કિન્તુ મને ન છોડ અટુલો પ્રવાસમાં
કાંઇ નહીં તો છેવટે ઠોકર બનીને આવ
.


__________________________________________

 
હું આંખમાં અટકળ લૈ ઊભો છું,
ને એક-બે અંજળ લૈ ઊભો છું,
અહીંયા તમારાં સપનાં લખી દો,
લો, શ્વેત આ કાગળ લૈ ઊભો છું.

આપણા સંબંધમાં કેવી સુંદરતા આપી,

દુનિયામાં લોહીના સંબંધ પણ તુટીં જાય છે,

પણ મને દોસ્તીમાં પણ કેવી પવિત્રતા આપી...

કોઇ પણ વાત કહી શકીએ છીએ એક-બીજાને,

મિત્ર તે દુઃખ દુર કરવાની કેવી સત્ત્તા આપી,

નહિ છોડી શકીએ આ મિત્રતાને કોઇ પણ રીતે,

આપણા સંબંધમાં પ્રભુંએ પણ કેવી અટ્ટુટતા આપી,

હું અપૂર્ણ હતો તમારી મિત્રતા વિના,

તમે સાથ આપી કેવી પૂર્ણતા આપી 

_______________________________________________

હું રાજી રાજી થઈ ગયો છું જોઈજોઈ ને
સપનાંઓ તારા આવી ગયા નાહીધોઈ ને

એમજ નથી આવ્યું આ ગગન મારા ભાગમાં
ખાલીપો હું ય પામ્યો છું મારાઓ ખોઈને.

__________________________________________________

ક્યાંક ધોધમાર વરસાદ વરસી જાય છે,
ક્યાંક એક બુંદની તરસ રહી જાય છે,
કોઇને મળે છે હજાર બહાના પ્રેમમાં,
તો કોઇ એક ચહેરા માટે તરસી જાય છે…….

__________________________________________________

શબ્દોની રમત રમવામાં
તો બધાં માહિર હોય છે !
લાગણીનાં ઊછાળા તો
બધાંને આવતાં હોય છે !
પોતાનાં બનાવવા માટે તો
બધાં પ્રયત્ન કરતાં જ હોય છે!
પણ ખરેખર જે હદયથી
બીજાનાં બને એ જ સચું. 

______________________________________________________

આ મોહબ્બત છે, કે છે એની દયા, કહેતા નથી.
એક મુદ્દત થઇ કે, તેઓ હા કે ના કહેતા નથી.

લ્યો નવાઇ આપની શંકા સુધી પહોંચી ગઇ.
બસ હવે આગળ અમે દિલની કથા કહેતા નથી.

એને તું સંયમ કહે, તારી કૃપા કિંતુ અમે,
મનમાં નબળાઇ છે તેથી દુર્દશા કહેતા નથી.

એ જ લોકો થઇ શકે છે મહેફિલોની આબરૂ,
જેઓ વેરાનીને પણ સૂની જગા કહેતા નથી.

બે જણા દિલથી મળે તો એક મજલીસ છે.
દિલ વિના લાખો મળે, એને સભા કહેતા નથી.
______________________________________________;" href="javascript: void(0);"> 

ફુલ ખીલી ને બિજાને સુવાસ આપે છે,
દીપક બળી ને બિજાને પ્રકાશ આપે છે,
ફક્ત માનવ જ એવો છે આ દુનીયા મા...

કે....

જે પોતે જીવવા માટે બીજા ને 'ત્રાસ' આપે છે...!!!
______________________________________________


ગમનો ઉન્માદ કયાં લગી રહેશે?
અશ્રુ-વરસાદ કયાં લગી રહેશે?
સઘળું ફાની છે કાંઇક તો સમજો
આપની યાદ કયાં લગી રહેશે?

હૃદયમાં પ્રણયની જે એક લાગણી છે
ખબર છે મને કે દુ:ખોથી ભરી છે
અજાણ્યે નથી પ્રેમ કીધો મેં
સમજદારીપૂર્વકની દિવાનગી છે 

________________________________________________


चाँद से मिलने की ख्वाहिश रखते हू 
सूरज से मिलने की ख्वाहिश रखता हू
मगर सब से पहले ऐ मेरे दोस्त
आपको खुश रखने की ख्वाहिश रखते हू

________________________________________________

તારા હ્રદયની વિશાળતા વિશે લખું ??
કે તારી ને મારી મિત્રતા
વિશે લખું ??
કોરીધાકર તારી લાગણીઓ વિશે લખું ??
કે તને કોરી ખાતી આ એકલતા
વિશે લખું ??
સમયે મારેલા તમાચાઓ વિશે લખું ??
કે સંબંધમા મળેલા
વિશ્વાસઘાત વિશે લખું ??
સ્વપન વીહોણી તારી રાતો
વિશે લખું ??
કે નીસાસા થી ભરેલા તારા
શ્વાસ વિશે લખું ??
સ્પંદન વીહોણા તારા અહેસાસ
વિશે લખું??
કે કોઇને સ્પર્શેલા તારા
સંભારણા વિશે લખું ??
લખવા માટે તો ઘણુ બધુ છે
મારા વાહલા,
હવે તુજ કહે કે હું શેના
વિશે લખું

________________________________________________
 
પ્રેમ માં ગળાડુબ રહેવુ સૌને ગમે છે,
સાથે લોકોની મજાક થી બચવુ પણ પડે છે..

પ્રેમ માં પડે છે કોઇ, એમ કેમ બોલાય છે?
પ્રેમ માં તો આસમાન પર પ્રેમી ઓ ચડે છે.

પ્રેમ માં મસ્ત બનીને ફરવુ બધાને ગમે છે,
પણ પ્રેમ માં વફાદારી કેટલાં નીભાવે છે?

સાથી નાં હ્રદય ની લાગણી ઓની ખબર પણ નથી હોતી ,
અનેપ્રેમ છે પ્રેમ છે ,બુમો પાડ્યા કરે છે. 

_____________________________________________________

આ મોહબ્બત છે, કે છે એની દયા, કહેતા નથી.
એક મુદ્દત થઇ કે, તેઓ હા કે ના કહેતા નથી.

લ્યો નવાઇ આપની શંકા સુધી પહોંચી ગઇ.
બસ હવે આગળ અમે દિલની કથા કહેતા નથી.

એને તું સંયમ કહે, તારી કૃપા કિંતુ અમે,
મનમાં નબળાઇ છે તેથી દુર્દશા કહેતા નથી.

એ જ લોકો થઇ શકે છે મહેફિલોની આબરૂ,
જેઓ વેરાનીને પણ સૂની જગા કહેતા નથી.

બે જણા દિલથી મળે તો એક મજલીસ છે.
દિલ વિના લાખો મળે, એને સભા કહેતા નથી

_____________________________________________________


ફુલ ખીલી ને બિજાને સુવાસ આપે છે,
દીપક બળી ને બિજાને પ્રકાશ આપે છે,
ફક્ત માનવ જ એવો છે આ દુનીયા મા...

કે....

જે પોતે જીવવા માટે બીજા ને 'ત્રાસ' આપે છે...!!!


____________________________________________________

યાદોની યાદોમાં
"વેદના"
હોઠ હસે અને હદય રડે તેનુ નામ વેદના,
કોઇ ની યાદમા આંખો માથી આંસુ વહે તેનુ નામ વેદના,
ભ્રમ ભાગે ને સ્વપ્ન મહેલ તુટે તેનુ નામ વેદના,
નફરત ના દરિયામા પ્રેમની તરસ તેનુ નામ વેદના,
પ્રિયજનની બેવફાઇથી ધડકનના શ્વાસ અટકે તેનુ નામ વેદના,
મિત્રો છોડીને ચાલ્યા જાય તેનુ નામ વેદના,
પહેલા જે હસાવે ફરી તે જ રડાવે તેનુ નામ વેદના,
કોમલ હદયને મજબુરીના પથ્થર થી તોડે તેનુ નામ વેદના,
જીવન આખુ તારી યાદોમા જાગ્યો છુ,
સદા માટે સુવાનુ ને પથારી લાકડાની મળે તેનુ નામ વેદના,
હવે નથી સહેવાતા તારા શબ્દતીર 'પ્રિત',
કોઇના ગમ મા તારી કલમ રડે છે તેનુ નામ વેદના
 
___________________________________________________________________

આમ પણ સ્વપ્નને હું ટાળું છું
જ્યાં ને ત્યાં બધે તને નિહાળું છું.

એક કીડી પહેરતી સોનાનાં ઝાંઝર,
કેટલી ઘુઘરી હિસાબો માંડું છું.

આ સરોવર કાલ તો સુક્કું હતું
આજે આ શેમાં ચરણ ડુબાડું છું.

મૃત્યુનું ઓઢી લીધું કાં ઓઢણું
જિંદગી સિંદુર છે હું ભાળું છું.

તું હકીકત છે ભલે તારો ભરમ
હું તને તો એ રીતે પ્રમાણું છું.

________________________________________________________________

પ્રેમ શુ છે ? એ ના પુછો તો સારુ !.
સાચવો તો અમ્રુત છે
પીઓ તો ઝેહર છે !!
હર રાત એક મિઠો ઉજાગરો છે !l.
આખ અને નિન્દર ને!
સામ સામુ વેર છે.."

એનુ નામ પ્રેમ છે
 
_______________________________________________________________

બસ હવે મેં તમને મળવાની કડી સમજી લીધી,
કે આ દુનિયાને તમારાથી જુદી સમજી લીધી.
જીવવા જેવા હતા, એમાં ફક્ત બે ત્રણ પ્રસંગ,
મેં જ આખી જિંદગીને જિંદગી સમજી લીધી

___________________________________________________________

ખુદા, તારી કસોટીની પ્રથા સારી નથી હોતી;
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી

ખૂબી તો એ કે ડૂબી જાય તો લઇ જાય છે કાંઠે,
તરો ત્યારે જ સાગરની હવા સારી નથી હોતી.

_________________________________________________________

તમારું સ્મિત બની લહેરાઇ જાવાનું મને ગમશે,
તમારાં આંસુ થઇ લૂંછાઇ જવાનું મને ગમશે.

તમારી શેરીમાં આવીને પહેલા જોઇ લઉં તમને,
ગમે ત્યાં એ પછી ફંટાઇ જાવાનું મને ગમશે.

જગતમાં એમ તો હું ક્યાંય રોકાતો નથી કિન્તુ,
તમે જો રોકશો, રોકાઇ જાવાનું મને ગમશે.

પ્રતિબિંબો તમારાં જો ન દેખાડી શકું તમને,
તો દર્પણ છું છતાં તરડાઇ જાવાનુ મને ગમશે.

જગતમાં હું તો મોટા માનવીના નામ જેવો છું,
કોઇ પાષાણમાં અંકાઇ જાવાનું મને ગમશે.

તમે રડશો છતાં દફનાઇ જાવાનું જ છે,
પરંતુ હસશો તો દફનાઇ જાવાનું મને ગમશે !!
 
________________________________________________________________

ખુશ નથી છતાં ખુશ રહેવુ પડે છે
કોઇ પુછે કેમ છે તો મજામા કહેવ પડે છે
દિલ મ થયા હજારો જખ્મો
છતા હસતા રહેવુ પડે છે
જીન્દગી એક નાટક છે
બરબાદ થઇ ને પન જીવવુ પડે છ
 
_______________________________________________________________
સમય વહી જાય છે,જીવન વીતી જાય છે,
સાથી ના સાથ છૂટી જાય છે,આંખ માંથી આંસુ વહી જાય છે,
જીવન મા મળે છે ઘણા લોકો,યાદ બહુ થોડા રહી જાય છે !
આશાઓ પર પાણી ફરી જતાં વાર નથી લાગતી
કિનારે આવી ડૂબી જતાં વાર નથી લાગતી
જીતનો જલસો માનવાની ઉતાવળ ન કર
જીતેલી બાજી હારી જવામાં વાર નથી લાગતી
તારી ઊંચાઇનું નાહક અભિમાન ન કર
કે મિનારોને તૂટી જવામાં વાર નથી લાગતી
બાંધ્યો છે માળો તો જરા દિલથી જતન કર
કે માળાને પીંખાઇ જતાં વાર નથી લાગતી
માણી લે હર એક પળ તું આજે
આંખોને મિંચાઇ જતાં વાર નથી લાગતી 

_____________________________________________________________

દરેક દરિયો સમજે છે કે મારી પાસે પાણી અપાર છે,
પણ એ ક્યાં જાણે છે કે આ તો નદીએ આપેલો પ્રેમ ઉધાર છે….

___________________________________________________________

ખોબે ખોબે દર્દ ના અપો મને,
દર્દો નો સમુંદર લૈ ને બેઠો છુ.
ભિખારી છુ તમારી દોસ્તિ ખાતર,
બાકિ તો હુંય સિકંદર થૈ ને બેઠો છુ.....
સિતારા હોય છે એને ગ્રહણ નથી મળતું,
ફૂલોને બાગ મળી જાય, રણ નથી મળતું,
આ એક સુખ કુદરતના ન્યાયમાં જોયું,
ગજા બહારનું દુ:ખ ક્યાંય પણ નથી મળતું.
 
________________________________________________________
કોણ ભલાને પૂછે છે ? અહીં કોણ બૂરાને પૂછે છે ?
મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે ?
અત્તરને નીચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે ?
સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે ?
_________________________________________________________


પ્રેમ શું છે ?
ના પુછો તો સારુ?
સાચવો તો અમૃત છે.
પીવો તો ઝેર છે.
દરેક રાત્રે એક મીઠો ઉજાગરો છે.
આંખ અને નીંદરને સામ-સામે વેર છે.
આખરે તેનુ નામ જ તો પ્રેમ છે....................

________________________________________________________

કોઈની સાથે દોસ્તી કરો તો,
નિભાવવાની તાકાત રાખો;

કોઈની સાથે દુશ્મની કરો તો,
લડવાની તાકાત રાખો;

કોઈની સાથે શરત લગાવો તો,
જીતવાની તાકાત રાખો;

કોઈની મજાક ઉડાવો તો,
સહન કરવાની તાકાત રાખો;

કોઈનુ અપમાન કરો તો,
માફિ માંગવાની તાકાત રાખો;

કોઈની સાથે પ્રેમ કરો તો
સામાજિક બંધનો તોડવાની તાકાત રાખો.
____________________________________________________________

સંબંધ એ રસ્તો,
જેમાં કોઇ સ્પીડ-બ્રેકર નથી.

સંબંધ એ સીધી લીટી,
જેમાં ક્યાંય કટ નથી.

સંબંધ એ નદી,
જે અવીર્ત ચાલ્યાં કરે.

સંબંધ એ સાગર,
ઊંડા અને વિશાળ.

સંબંધ એ આકાશ,
જેનો કોઇ અંત નથી.

સંબંધ એ સુર્ય,
જે દેખાંતો ભગવાન.

સંબંધ એ માં સમાન,
જેના પ્રેમ સામે કોઇ નહી.

સંબંધ એ કવિતા,
જે કવિ નું હદય.
_________________________________________________________

સમય વહી જાય છે,જીવન વીતી જાય છે,
સાથી ના સાથ છૂટી જાય છે,આંખ માંથી આંસુ વહી જાય છે,
જીવન મા મળે છે ઘણા લોકો,યાદ બહુ થોડા રહી જાય છે
  ________________________________________________________

દરિયામાંથી મોજા કાઢી નાખશો તો બાકી શું વધશે?
પંખીડાની પાંખો કાપી નાખશો તો બાકી શું વધશે?
એક જ ચીજ બાકી રહી ગઇ છે સકળ જગતમાં
બ્રહ્માંડની પહોળાઇ માપી નાખશો તો બાકી શું વધશે?
આચ્છાદિત રહેવા દો એમને ગુમનામ રહેવા દો
ભુતકાળને ઝાપટી નાખશો તો બાકી શું વધશે?
પહેલી જ વાર આવ્યા હોય બાદશાહ, બેગમ, ગુલામ
શ્વાસોના પત્તાને ચીપી નાખશો તો બાકી શું વધશે?
______________________________________________________________
આ દુનિયામા હર કોઇને ગમતી વસતુ નથી મળતી..
મલવા ખાતર મલી જાય છે બધુ...
મન ને શાતિ નથી મળતી..
કોઇક એવુ હોય છે જેને પામવા મન સતત અધીરુ હોય છે...
પણ મનની અધીરાઇ સમજી સકે તેવી વ્યકિત નથી મળતી.
જેને શોધતા હોય છે નયન તેવી છબી નથી મળતી..
મનમા અવિરત તરવરતી હોય્ છે, એ આક્રુતિ નથી મળતી..
પ્રેમ મા મળી તો જતા હોય છે મન પણ, નસીબની રેખા નથી મળતી...
ચાલી નીકળે છે બધા પ્રેમ ના માર્ગે પણ...
દરેકને મન્જીલ નથી મળતી.... 
___________________________________________________________

જીવન જેવું જીવું છું, એવું કાગળ પર ઉતારું છું;
ઉતારું છું, પછી થોડું ઘણું એને મઠારું છું.
તફાવત એ જ છે, તારા અને મારા વિષે, જાહિદ!
વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું. 

____________________________________________________________

ફૂલો બની ભલેને અમે તો ખરી ગયા,
ખુશ્બૂથી કિંતુ આપનો પાલવ ભરી ગયા.

પ્રેમાગમાં બળીને પતંગા ઠરી ગયા,
કિંતુ શમાનું નામ તો રોશન કરી ગયા.

નૌકા હતી છતાંય હું ડૂબી ગયો ખુદા!
તરણું લઇને લોક તો સાગર તરી ગયા.

પથ્થર બની હું જોતો રહ્યો કાળની ગતિ,
વર્ષો જીવનનાં પાણી બનીને સરી ગયા.

જેઓની પાસે મારાં દુઃખોનો ઇલાજ છે,
તે આવી ઓર દુઃખમાં વધારો કરી ગયા.
_________________________________________________________________

કળી તારે સુમન થઇ ચમન છોડી જાવાનું છે,
વતનમાં ફૂલીફાલી વતન છોડી જાવાનું છે;
અરે ઓ ચાંદ ચમકી લે આસમાને ચાર દિન,
અમાસની રાતે તારે પણ ગગન છોડી જાવાનું છે.
_________________________________________________________
 
મૈત્રી એટલે
મારા જીવનના
આકાશનું મેધધનુષ
મૈત્રી એટલે
મારી ધરતી પર વહેતુ
નિર્મળ, નિખાલસ ઝરણું
મૈત્રી એટલે મારું સર્વસ્વ
મૈત્રી એટલે
ઉનાળાની બપોરનો
કોયલનો ટહૂકો
મૈત્રી વ્યાખ્યામાં બંધાય ખરી?

 

__________________________________________________________

રંગ છું હું, રોશની છું, નૂર છું;
માનવીના રૂપમાં મનસૂર છું.

પાપ પૂણ્યોની સીમાથી દૂર છું,
માફ કર, ફિતરતથી હું મજબૂર છું.

ઘેન આંખોમાં છે ઘેરી આંખનું,
કોણ કે’છે હું નશમાં ચૂર છું?

કૈં નથી તો યે જુઓ શું શું નથી,
હું સ્વયં કુમકુમ છું, સિન્દૂર છું.

ભીંત છે વચ્ચે ફકત અવકાશની,
કેમ માનું તુજ થકી હું દૂર છું?

બંધ મુઠ્ઠી જેવું છે મારું જીવન,
આમ છું ખાલી છતાં ભરપૂર છું.

હું ઇમામુદ્દીન ફક્ત ‘રૂસ્વા’ નથી,
ખૂબ છું બદનામ, પણ મશહૂર છું

_______________________________________________________________

હું શાયર દુનિયામાં પ્રેમને શોધવા આવ્યો છું,
નથી ખબર મને શું છે પ્રેમ
ફક્ત તેનો અણસાર લઈને આવ્યો છું,
પ્રેમ થકી લાગણી ઘણી છે મને
પણ બેવફાઓના નામ શોધવા આવ્યો છું,
પ્યાર કોનો પૂરો થયો છે ?
તેનો જવાબ લેવા આવ્યો છું,
પ્યારનો પહેલો અક્ષર જ અધૂરો કેમ છે
એ ‘અઘરો સવાલ’ લઈને આવ્યો છું,
શું છે જિંદગી ? એની મને ખબર નથી
પણ મોતની ખબર જાણવા આવ્યો છું,
નસીબદારોને પ્રેમ મળે છે
હું એ ‘ખુશનસીબ’ને શોધવા આવ્યો છું..

______________________________________________________________

દિલ પર હુમલો થયો ને દિલ તુટી ગયુ,
લોકો કહે છે કે મનોબળ ખુટી ગયુ.
નાહક તોફાન છે તબિબો નુ આ તો દિલ પર
આતો મિત્રો યાદ અવ્યા ને દિલ એક ધબકાર ચુકિ ગયુ....
_______________________________________________________________

સમય વિતી જાય છે.
બસ યાદ રહિ જાય ચે.
પ્રેમ તો રહે છે.
પણ વ્યક્તિઓ ખોવાઈ જાય છે.
તેમનિ યાદો તો રહે છે.
પણ બસ તે ભુલાઈ જાય છે.
તેમનિ સાથે વિતાવેલી પલો યાદ રજહિ જય છે.
પણ એ વખતે આ જિન્દગી ખામોશ થઈ જાય છે.

_____________________________________________________________
 
 

_____________________________________________________________________

 

_________________________________________________________________________

 

____________________________________________________________________

 

_________________________________________________________________

जब कोई ख्याल दिल से टकराता है ॥
दिल ना चाह कर भी, खामोश रह जाता है ॥
कोई सब कुछ कहकर, प्यार जताता है॥
कोई कुछ ना कहकर भी, सब बोल जाता है ॥ 
_______________________________________________

અજાણ્યા ચહેરાઓની ભીડમાં,
જાણીતા ચહેરાની તસવીર શોધુ છું;

હથેળીની આડી-અવળી રેખાઓંમાં,
સદ્-ભાગ્યની એક લકીર શોધુ છું;

અંધારી ગલીઓમાં ભાગે છે ચંચળ મન,
એને બાંધે એવી ઝંઝીર શોધું છું;

ઉપરછલ્લા કહેવાતા આ અહેસાસોમાં,
સાચો સાથ મળે એવી તકદિર શોધું છું;

વિધિની વક્રતા તો જુઓ આ જંગલમાં,
સાચી પ્રાર્થનાનું મંદિર શોધું

_____________________________________________________________જે આપણે બીજાંને માટે કરી શકીએ છીએ તે આપણી શક્તિનો પરિચય આપે છે.
જે આપણે બીજાં માટે સહન કરીએ છીએ તે પ્રેમનો પરિચય છે. 

_____________________________________________________________________

નસીબ ને શો દોષ આપવો,
એ તો મારા હાથમાં છે.
પ્રભુએ નસીબથી આપેલી બાજી,
તે કઇ રીતે રમવી એ મારા હાથમાં છે. 

__________________________________________________________________

અંતથી કયારેક શરુઆત થઈ હશે,
શરુઆત થઈ હશે તો કયાંક અંત પણ હશે!
નફરતથી બે દિલના મિલનની શરુઆત થઈ હશે,
એ પ્રેમી દિલોની વિદાયમાં અંત પણ હશે!!

આજ છે, ફીલોસોફી જીવનની "દર્શીલ",
મિલનની મોજ સાથે વિરહની વેદના પણ હશે!

મને ખબર છે, હે પ્રભુ !
તુ નથી આપવાનો, શાશ્વતી જીવન કોઇને.
હું તો બસ એટલું જ માગું, કે પ્રેમને શાશ્વત વહેવા દેજે,
મુજ સરીખાં પંખીને તું, થોડી ચાંચ ડૂબાડવા દેજે !!
 
____________________________________________________________________

સ્વાર્થ માટે સહું સગા થાય છે,
સ્વાર્થના નામે દગા થાય છે,
ક્યાં નિભાવે છે આજે દોસ્તી કોઇ,
દોસ્તો તો સાવ બેવફા થાય છે,
કરે છે જે સંકલ્પ સાથે રહેવાનો,
એ જ જલ્દી જુદા થાય છે,
ઘણા યુગો થઇ ગયા 'રામ' ગયા તેને,
રામના નામે આજે રાવણ બધા થાય છે,
આ જ ન્યાય છે પ્રભુ તારો ?
કે અહિંયા ગુનેગારોને નહીં
'નિર્દોષ'ને સજા થાય છે... 

________________________________________________________________

શબ્દોની રમત રમવામાં
તો બધાં માહિર હોય છે !
લાગણીનાં ઊછાળા તો
બધાંને આવતાં હોય છે !
પોતાનાં બનાવવા માટે તો
બધાં પ્રયત્ન કરતાં જ હોય છે!
પણ ખરેખર જે હદયથી
બીજાનાં બને એ જ સચું.
 
______________________________________________________

સાચી મિત્રતા એ તો એક છોડ જેવી છે જે ધીમેથી વધે છે. પછી વિરાટ વૃક્ષ થઈ જીવનભર તેની શીતળ છાંયા આપે છે.
મૈત્રી એ તો શીતળ-મધુર છાંયડો છે.
મૈત્રી એ તો જીવનની મોટી સૌગાત છે. મિત્રતા કોની સાથે કરવી? ક્યારે કરવી? કેમ કરવી? અને કોની સાથે ન કરવી?
મિત્રો, તેનું કોઈ ગણિત નથી હોતું, કે તેની કોઈ વિશિષ્ટ તિથિ નથી હોતી. મિત્રતા તો ક્ષણવારમાં થઈ જાય છે. મિત્રતા તો હૃદયનો સંબંધ છે.

____________________________________________________________________

જો તમને ક્યારેક ભુલી જાઉં તો,
સપનામાં આવી યાદ અપાવી જજો,

જો હોય કયારેક ભુલ મારી તો,
પ્રેમથી આવી ને સમજાવી જજો,

જો થઇં જાઉં કયારેક ઉદાસ તો,
યાદો માં આવી ને હસાવી જજો,

જો થાઉં કયારેક નિષ્ફળ તો,
બાજુ માં આવી ટેકો આપી જજો,

જો થઈ જાઉં કયારેક નારાજ તો,
હળવુ સ્મિત આપી ને મનાવી જજો,

_________________________________________________________

કોઈ સ્મિતે સ્મિતે સળગે છે, કોઈ રડીને દિલ બહેલાવે છે

કોઈ ટીપે ટીપે તરસે છે, કોઈ જામ નવા છલકાવે છે

સંજોગોના પાલવમાં છે બધું, દરિયાને ઠપકો ના આપો

એક તરતો માણસ ડૂબે છે એક લાશ તરીને આવે છે
 
_____________________________________________________________


Comments on this page:
Comment posted by Jannip( janKilIbelan.website ), 03/18/2020 at 8:11am (UTC):
Priligy Sin Receta [url=https://apcialisle.com/#]Buy Cialis[/url] Viagra Para Distrofia Muscular <a href=https://apcialisle.com/#>cialis 40 mg</a> Cialis Belgique Aucune Prescription

Comment posted by StevScooni( stevcoksbelan.space ), 01/30/2020 at 7:40am (UTC):
Side Effects Of Amoxicillin Clavulanate Potassium [url=http://cialisjh.com]Buy Cialis[/url] Where To Buy Penicillin Vk Online? <a href=http://cialisjh.com>generic cialis</a> Buy Zithromax Over Counter

Comment posted by Lestoogue( lesRodosuda2.pw ), 10/31/2019 at 10:23pm (UTC):
Comprar Cialis Espana Contrareembolso [url=http://getpharmacyonline.com]cialis[/url] Buy Revatio Online Viagra Super P Force Orlistat Lesofat

Comment posted by Ellemporn( ellPharnedaff.pw ), 10/22/2019 at 7:00pm (UTC):
Citalapram 10mg For Sale Proscar O Propecia Efectos Secundarios Cialis One Day Effetti Collaterali [url=http://buylevi.com]canadian generic levitra[/url] Viagra Soft Generique

Comment posted by Ellemporn( ellPharnedaff.pw ), 09/02/2019 at 7:15pm (UTC):
Kamagra Interdit En France Propecia Finasterid [url=http://deantxi.com]generic cialis canada[/url] Get Generic Viagra Online Splitting Propecia Finasteride Buy Amitriptyline Online In UkAdd comment to this page:
Your Name:
Your Email address:
Your website URL:
Your Message:Share
|

Today, there have been 22 visitors (114 hits) on this page!
=> Do you also want a homepage for free? Then click here! <=
©All Rights Reserved. Developed & Maintained by "Ankit Shah